પોલિપ્રોટિક એસિડ કોને કહેવાય ? પોલિપ્રોટિક એસિડ અને તેના આયનીકરણનું ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પોલિપ્રોટિક ઍસિડ : જે ઑસિડ તેમના પ્રતિ આણુમાં એક કરતાં વધારે આયનીકરણ પામે તેવા પ્રોટોન ધરાવે છે તેમને પોલિબેઝિક અથવા પોલિપ્રોટિક ઍસિડ કહે છે.

ડાયપ્રોટીક (બેઝિક) ઍસિડ : જે એસિડ તેમના દ્રાવણમાં પ્રતિ અણુ બે આયનીકરણ પામે તેવા પ્રોટોન ધરાવે તેમને ડાયપ્રોટિક અથવા ડાયબેઝિક ઍસિડ કહે છે.

ઉદા. $\mathrm{H}_{2} \mathrm{X}+_{\text {(aq) }}+2 \mathrm{H}^{+}+\mathrm{X}^{2-}$ $\mathrm{K}_{a}$ જેનું નીચે પ્રમાણે બે તબક્કામાં આયનીકરણ થાય છે.

$(i)$ $\mathrm{H}_{2} \mathrm{X}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{H}_{3} \mathrm{O}^{+}+\mathrm{HX}^{-} \mathrm{K}_{a} (i)$

$(ii)$ $\mathrm{HX}^{-}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{H}_{3} \mathrm{O}^{+}+\mathrm{X}^{2-} \mathrm{K}_{a}$ $(ii)$

તેમાં $\mathrm{K}_{a}$ $(i) >$ $\mathrm{K}_{a}$ $(ii)$ હશે અને $\mathrm{K}_{a}$ $(i)$ $\times \mathrm{K}_{a}$ $(ii)$ $=\mathrm{K}_{a}$ થશે.

ડાયપ્રોટિક ઍસિડનાં ઉદાહરણો : ઓક્ઝેલિક ઍસિડ $\left(\mathrm{H}_{2} \mathrm{C}_{2} \mathrm{O}_{4}\right)$, સલ્ફયુરિક એસિડ $\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)$, કાર્બોનિક એસિડ $\left(\mathrm{H}_{2} \mathrm{CO}_{3}\right)$, સલ્ફયુરસ એસિડ $\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{3}\right)$, એસ્કોર્બિક એસિડ વગેરે.

ટ્રાયપ્રોટિક ઍસિડનાં ઉદાહરણો : ફોસ્ફોરિક એસિડ $\left(\mathrm{H}_{3} \mathrm{PO}_{4}\right)$, સાઈટ્રિક એસિડ.... વગેરે.

પોલિપ્રોટિક ઓસિડના દ્રાવણમાં $\mathrm{H}_{2} \mathrm{~A}, \mathrm{HA}^{-}$અને $\mathrm{A}^{2-}$ નું મિશ્રણ હોય છે.

Similar Questions

નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે $K _{ a_1,}, K _{ a_2 }$ અને $K _{ a_3}$ આયનીકરણ અચળાંક છે.

$(a)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}$

$(b)$ $HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}$

$(c)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}$

$K _{ a _1}, K _{ a _2}$ અન $K _{ a _3}$ વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.

  • [JEE MAIN 2022]

નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.

  • [AIPMT 2007]

ફિનોલનો આયનીકરણ અચળાંક $298$ $K$ તાપમાને $1.0 \times 10^{-10}$ છે. $0.05$ $M$ ફીનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ? જો દ્રાવણ $0.01$ $M$ સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે ?

$AOH$ અને $BOH$ બેઇઝના આઇનીકરણ અચળાંક ${K_{{b_1}}}$અને ${K_{{b_2}}}$છે. તેનો સંબંધ $p{K_{{b_1}}} < p{K_{{b_2}}}$છે. તો નીચેના બેઇઝના સંયુગ્મન પરથી કયુ સૌથી વધુ $pH$ દર્શાવતું નથી ?

$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો.